જાણીતા ભાગવતાચાર્ય પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની માતૃભૂમિ દેવકાની વિદ્યાપીઠમાં બે નવા સોપાન ઉમેરાઈ રહ્યા છે. ૧ /૪/ ૨૦૨૬ને બુધવારના રોજ સવારે ૧૦ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા અને આ વિસ્તારના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, લોક પ્રતિનિધિઓ, વાલીઓની ઉપસ્થિતિમાં એક હજાર દીકરીઓ માટે આધુનિક છાત્રાલય અને ભવ્ય ભોજનાલયનું ઉદઘાટન કરવામાં આવશે. આ વિસ્તારના શૈક્ષણિક વિકાસમાં દેવકા વિદ્યાપીઠનું બહુમૂલ્ય યોગદાન છે. આ ઉદઘાટનના અવસરે જાહેર જનતાને ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.