દુબઈ (DUBAI) મુકામે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે તારીખ ૯ થી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી યોજાયેલ વિશ્વ કક્ષાના ઓટોમેકેનિકા એક્ઝિબિશનમાં સોલાન્સ બેટરીઝ (SOLANCE BATTERIES) અમદાવાદ અને યુનાઈટેડ આરબ અમીરાત (UAE) ખાતેના સોલાન્સ બેટરીઝના ડિસ્ટ્રીબ્યુટર્સ અલ ઘુરૈર (AL GHURAIR) કંપનીના સંયુક્ત ઉપક્રમે એકઝિબિશન સ્ટોલ સફળ થયેલ છે. અલ ઘુરૈર કંપની વિશ્વની મધ્ય-પૂર્વની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓ પૈકીની એક છે. આ પ્રતિવર્ષીય એકઝિબિશનમાં અલ ઘુરૈરના સીઈઓ અને મુખ્ય વહિવટકર્તા ઉપરાંત સોલાન્સ બેટરીઝના ડાયરેક્ટર સંદિપ રાજપરા, કુણાલ ડાવરા અને હાર્દીક કોટડિયાના નેતૃત્વમાં આ સ્ટોલ ખૂબ જ સફળ રહ્યો હતો. આ ક્ષેત્રના વિશ્વભરના બિઝનેસમેનોએ હાજરી આપીને સોલાન્સ બેટરીઝની વિવિધ પ્રોડક્ટ્‌સની રસપ્રદ રીતે માહિતી મેળવીને પ્રશંસા વ્યક્ત કરી હતી.