દીવના મેઘાવાડી વિસ્તારમાં નવ વર્ષ જૂના પ્રેમસંબંધનો કરુણ અને હિંસક અંત આવ્યો છે. ૪૦ વર્ષીય આશિષ લખમણ, જે ત્રણ સંતાનોની માતા વિજયા બારીયા સાથે સંબંધમાં હતો, તેનો મૃતદેહ ગત સવારે વિજયાના ઘરેથી મળી આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો જાઈએ તો આશિષના પરિવારે જાણકારી આપ્યા બાદ દીવ કોસ્ટલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં મોત શંકાસ્પદ જણાતા પોલીસે વિજયાની કડક પૂછપરછ કરી, જેમાં તેણે કબૂલ્યું કે રાત્રે થયેલા ઝઘડા બાદ તેણે આશિષને ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે હાલ મ્દ્ગજીની કલમ ૧૦૩/૧ હેઠળ ગુનો નોંધી વિજયાની ધરપકડ કરી છે. પોલીસને આશંકા છે કે વિજયાએ એકલા હાથે આ હત્યા કરી નથી, આમાં અન્ય કોઈ મદદગાર હોઈ શકે છે. ગીર સોમનાથ હ્લજીન્ની ટીમ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. હત્યાનું સચોટ કારણ જાણવા માટે
મૃતદેહને જૂનાગઢ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.