અમરેલી પાલિકા દ્વારા શહેરમાં રાત્રિ સફાઈ ઝૂંબેશ શરૂ થઈ છે. દિવાળીના તહેવારો પર લોકો સાફ-સફાઈ કરતા હોય ત્યારે કચરો મોટા પ્રમાણમાં નીકળતો હોય છે. જેથી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પાલિકાના સફાઈ કામદારો દ્વારા રાત્રી સફાઈ ઝુંબેશ તેજ બનાવવામાં આવી છે. શહેરનાં રાજમાર્ગો અને રહેણાંક વિસ્તારમાંથી પણ ડોર ટુ ડોર કલેકશન અને સ્વચ્છતાનું કાર્ય કરવામાં આવી રહૃું છે.
દિવાળીનાં તહેવારોમાં સામાન્ય રીતે રહેણાંક મકાનો અને દુકાનોમાં નવો સરસામાન આવતો હોય વધારાનો સરસામાન નિકાલ કરવામાં આવતો હોવાથી સ્વચ્છતા અંગે પાલિકાનાં શાસકો અને શહેરીજનો બંનેએ ગંભીરતા દાખવવી શરૂ કરી છે. દિવાળીના તહેવાર પર રાત્રી સફાઈ શરૂ થતા શહેરીજનોએ પણ હાશકારો
અનુભવ્યો છે.