ગુજરાત સરકારે દિવાળી પહેલા મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટના આ દેશને પગલે રાજ્ય સરકારે વિદેશી કે ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ મુક્યો છે. જાહેર જગ્યાઓ ઉપર પણ ફટાકડા નહીં ફોડી શકાય એ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરી છે. નરાજ્યમાં આ દિવાળીએ ચાઈનીઝ ફટાકડાનું વેચાણ નહિ કરી શકાય. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. વિદેશથી ફટાકડાની આયાત પણ નહીં કરાવી શકાય. સુપ્રીમ કોર્ટે ભારે ઘોંઘાટ કરતા ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેરમાં ફટાકડા ન ફોડવા મુદ્દે પણ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જે મુજબ, રાત્રે ૮થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. દિવાળી દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે સૂચનાઓ જાહેર કરાઈ છે. ગૃહ વિભાગે જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે સૂચનાઓ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ નિશ્ચિત સમયમાં જ ફટાકડા ફોડી શકાશે. રાત્રે ૮ થી ૧૦ દરમિયાન ફટાકડા ફોડી શકાશે. વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ ફટાકડા ઈ કોમર્સ વેબસાઈટ પર પણ વેચાણ નહિ થઈ શકે. સરકારની શું છે ગાઈડલાઈન
૧. સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એનિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે. આ સિવાયનાં તમામ પ્રકારનાં ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર નામ.સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
૨. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતાં બાંધેલા ફટાકડા પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
૩. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટનાં આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાઓનું જ પેચાણ કરવાનું રહેશે.
૪. ઉપરાંત તમામ – કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારનાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે.
૫. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલ છે
૬. દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.
સુપ્રિમ કોર્ટના ઉક્ત આદેશ અન્વયે ગૃહ વિભાગનાં તા.૦૩/૧૧/૨૦૧૮નાં પરિપત્રથી દિવાળી તથા અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન રૂટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટ/પોલીસ કમિશ્નર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવામાં આવે છે. ઉક્ત પરિપત્રનો અમલ હાલમાં ચાલુ હોઈ તેમાં જણાવ્યા મુજબ આગામી દિવાળી તથા અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન કાર્યવાહી કરવા આજ્ઞાનુસાર વિનંતી છે. જે અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટ/પોલીસ કમિશ્નરશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ હેઠળના જરૂરી પ્રતિબંધાત્મક આદેશો સત્વરે બહાર પાડી તેની ઃ નકલ ગૃહ વિભાગને ઈ-મેલ પર અચૂક મોકલી આપવા વિનંતી છે. તા.૦૯/૧૧/૨૦૨૦ના હુકમ (એનેક્ષર-૩) મુજબ પ્રદુષણનું પ્રમાણ વધે નહિ તે માટે સાવચેતીના પગલાં લેવા તથા માત્ર ગ્રીન ક્રેકર્સ’ તથા ઓછા એમિશન ઉત્પન્ન કરે તેવા ફટાકડાંના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવાવી રહેશે. વધુમાં, નાય. સર્વોચ્ચ અદાલત દ્વારા ફટાકડા ફોડવા સંબંધમાં આપેલ માર્ગદર્શક સૂચનાઓનો ભંગ થતો હોવાની વિગતો ધ્યાને આવેલ હોવાનું દર્શાવી સખત નારાજગી વ્યક્ત કરવામાં અ-વેલ છે. ‘ગ્રીન ક્રેકર્સ’ના નામે પ્રતિબંધિત ફટાકડાનું ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ થાય છે અને ઘણા કિસ્સામાં ફટાકડાના બોક્સ કવર પરનો ક્યુ.આર. કોડ પણ નકલી હોવાનું જણાવેલ છે. જાહેર સ્વાસ્થ્ય કે પર્યાવરણના ભોગે કોઈ ઉજવણી ન થઇ શકે તે બાબત . પર ભાર આપી નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા રીટ પીટીશન (સીવીલ) નં.૭૨૮/૨૦૧૫ માં તા.૨૯/૧૦/ ૨૦૨૧ના હુકમ(એનેક્ષર-૪) દ્વારા પ્રતિબંધિત ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ સંદર્ભે સાપવામાં આવેલ સૂચનાઓની સંપૂર્ણપણે તથા સાચા અર્થમા અમલવારી કરવા હુકમ કરવામાં આવેલ.