દેશનો ઉત્તર ભાગ ધુમ્મસના જાડા પડછાયામાં ઢંકાયેલો છે, જ્યારે પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશોમાં આકાશ સ્વચ્છ અને ગરમ હવામાન છે. તાપમાન મોટાભાગે સામાન્ય રહે છે. દેશના પર્વતીય રાજ્યોમાં બરફવર્ષા થઈ રહી છે, અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ પડ્યો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક માટે ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ઠંડા દિવસની ચેતવણી જારી કરી છે.
હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, ગુજરાત, સિક્કિમ, આસામ, મેઘાલય, મિઝોરમ અને મણિપુરમાં લઘુત્તમ તાપમાન ૫-૧૦ સેની વચ્ચે નોંધાઈ રહ્યું છે. ભારતના મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું તાપમાન ૩.૬ સે ભટિંડા (પંજાબ) માં નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ૫ ફેબ્રુઆરીએ સવાર અને રાત્રિ દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ પડવાની શક્્યતા છે. ૫ અને ૬ તારીખે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ આવી જ સ્થિતિ રહેશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ૫ અને ૬ ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાÂલ્ટસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે પવન સાથે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
આજે સવારે દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે દૃશ્યતામાં ઘટાડો થયો હતો. આજે આકાશ આંશિક વાદળછાયું રહેશે. દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ૨૧ સે અને ૨૩ સે અને ૦૮ સે અને ૧૦° સેની વચ્ચે રહેવાની ધારણા છે. લઘુત્તમ તાપમાન સામાન્ય રહેશે, અને દિલ્હીમાં પણ મહત્તમ તાપમાન સામાન્ય રહેશે. મંગળવારે, સફદરજંગમાં મહત્તમ તાપમાન ૨૨.૫° સે નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૦.૨ સે વધારે હતું, જ્યારે લઘુત્તમ તાપમાન ૯.૪° સે હતું. પાલમમાં મહત્તમ તાપમાન ૧૯.૫ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ઓછું છે, જ્યારે લઘુત્તમ તાપમાન ૮.૬ ડિગ્રી સેલ્સીયસ હતું.
મુંબઈ અને અમદાવાદમાં આજે હવામાન સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સીયસ અને લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી સેલ્સીયસ રહેશે. ૧૦.૩ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી ધારણા છે.










































