દિલ્હીના ઇન્ડિયા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) સર્વર હાલમાં ટેકનિકલ ખામીનો સામનો કરી રહ્યું છે, જેના કારણે વિલંબ થઈ રહ્યો છે.એટીસી ટીમ સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહી છે, પરંતુ સમસ્યા હજુ પણ ઉકેલાઈ નથી. આ કારણે મુસાફરોને નોંધપાત્ર અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. સિસ્ટમ ફેઇલ થવાને કારણે ૧૦૦ થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી રહી છે. એરલાઇન્સે ધીરજ રાખવાની અપીલ કરી છે.એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું હતું કે સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે આઇજીઆઇ ખાતે ફ્લાઇટ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. તેમની ટીમ ડીઆઇએએલ સહિત તમામ હિસ્સેદારો સાથે સક્રિયપણે કામ કરી રહી છે જેથી શક્્ય તેટલી વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય.તેમણે ઉમેર્યું કે મુસાફરોને નવીનતમ ફ્લાઇટ અપડેટ્સ માટે તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. આ અસુવિધા બદલ ખેદ છે.એટીસી સર્વરે સિસ્ટમ સંપૂર્ણપણે ખોરવી નાખી છે.એટીસી અનુસાર, ૧૦૦ થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે, જેના કારણે મુસાફરોને નોંધપાત્ર અસુવિધા થઈ છે. આ વિક્ષેપથી આગમન અને પ્રસ્થાન બંને પર અસ્થાયી રૂપે અસર પડી, જેના કારણે બો‹ડગ ગેટ પર ભીડ થઈ ઈન્ડીગોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, “એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યાને કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. પરિણામે, દિલ્હી અને કેટલાક ઉત્તરીય પ્રદેશોમાં ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ છે.” ઇÂન્ડગોએ મુસાફરોને અપડેટ્સ માટે તેમની વેબસાઇટ તપાસવા વિનંતી કરી.તકનીકી ટીમો સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહી હોવાથી એરલાઇન્સે મુસાફરોને ધીરજ રાખવા વિનંતી કરી છે. દરમિયાન, એર ઇન્ડિયાએ મુસાફરોને જાણ કરી છે કે સામાન્ય કામગીરી ટૂંક સમયમાં પાછી ફરવાની અપેક્ષા છે.








































