દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક આઇ-૨૦ કારમાં જારદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટ સાંજે ૭ વાગ્યાની આસપાસ થયો હતો અને તે સમયે આ વિસ્તાર ખૂબ ભીડવાળો  હતો. વિસ્ફોટ થયેલી કારની પાછળ એક ઓટોરિક્ષા ચાલી રહી હતી. તે ઓટોરિક્ષા પણ સંપૂર્ણપણે નાશ પામી હતી. જાકે, ડ્રાઈવર સુરક્ષિત છે. વિસ્ફોટ બાદ, સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર અને દિલ્હી વચ્ચેની રણજી ટ્રોફી મેચ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લાલ કિલ્લાથી થોડા કિલોમીટર દૂર આવેલા સ્ટેડિયમમાં અને તેની આસપાસ સુરક્ષા વધારવામાં આવશે.દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અશોક શર્માએ જણાવ્યું હતું કે દિલ્હી અને જમ્મુ-કાશ્મીર વચ્ચેની રણજી ટ્રોફી મેચના અંતિમ દિવસે અરુણ જેટલી સ્ટેડિયમની આસપાસ સુરક્ષા વધારવામાં આવશે. શર્માએ કહ્યું, “હું દિલ્હી પોલીસ અધિકારીઓનો સંપર્ક કરીશ અને તેમને સ્ટેડિયમ પરિસરની બહાર વધારાની સુરક્ષા ગોઠવવા વિનંતી કરીશ.”દિલ્હી પોલીસે સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયેલી કારના માલિકની અટકાયત કરી છે. એક અધિકારીએ આ માહિતી આપી. વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘણા વાહનો બળી ગયા. પોલીસે કારના માલિક મોહમ્મદ સલમાનને હરિયાણાના ગુરુગ્રામથી અટકાયતમાં લીધો છે. અધિકારીએ જણાવ્યું હતું કે સલમાને તેની કાર ઓખલામાં એક વ્યક્તિને વેચી હતી. કાર તેના નામે નોંધાયેલી હતી અને તેનો હરિયાણા રજિસ્ટ્રેશન નંબર હતો.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે ગુરુગ્રામ પોલીસ સાથે મળીને સોમવારે મોહમ્મદ સલમાનની અટકાયત કરી હતી અને તેની કાર વિશે પૂછપરછ કરી રહી છે. તેણે તે કાર ઓખલામાં દેવેન્દ્ર નામના વ્યક્તિને વેચી દીધી હતી. બાદમાં, કાર ફરીથી અંબાલામાં કોઈને વેચી દેવામાં આવી હતી, અને પોલીસ તે લોકોને શોધી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ ત્રણ લોકો સાથે ચાલતી હ્યુન્ડાઇ આઇ૨૦ કારમાં થયો હતો. અમને ઘાયલોના શરીરમાં કોઈ છરા કે કાણા મળ્યા નથી, જે બોમ્બ વિસ્ફોટમાં અસામાન્ય છે. અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ.