દાહોદનાં ચિલાકોટા મેડા ફળિયામાં આગની ઘટના બનવા પામી છે. ૨૫થી વધુ કાચા-પાકા મકાનોમાં આગ લાગી છે. ફળિયામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. ફાયરની ટીમે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ થયો છે. બનાવની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. વાવાઝોડાનાં કારણે આગ ફેલાતા ૨૫ જેટલા મકાનો આગની ચપેટમાં આવી ગયા છે.