દામનગરમાં જાહેર માર્ગ પર આખલા યુદ્ધ સર્જાયું હતું. અહીં રેઢિયાળ પશુની સમસ્યાથી લોકો પરેશાન છે.માર્ગો પર રેઢિયાળ પશુના અડીંગાથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે પાલિકા રખડતા પશુને પકડે તેવી લોકોમાં માંગણી ઉઠી છે. આમ તો અમરેલી જિલ્લાભરમાં રેઢિયાળ પશુની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની છે. અમરેલી શહેરમાં પણ માર્ગો પર રેઢિયાળ પશુના અડીંગા જોવા મળે છે. વેપારીઓ પરેશાન છે. દામનગરમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી રેઢિયાળ પશુની સમસ્યા છે. અહીં જાહેર માર્ગો પર આખલા યુદ્ધ સર્જાય છે. જેના કારણે રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્રણ માસ પૂર્વે દામનગરમાં એક
વૃદ્ધાને આખલાએ અડફેટે લીધા હતા. ત્યારે દામનગરમાં રેઢિયાળ પશુને પકડવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી હતી.