દામનગર શહેરના અતિ ધમધમતા સરદાર ચોક તરફથી સત્ય નારાયણ આશ્રમ સુધી જતા ડામર રોડનો લોહાણા મહાજન વાડી તરફ પાળો ચડી ગયો છે. આ રોડ નગરપાલિકા તંત્રએ જાતે બનાવ્યો છે કે કોઈ એન્જસી એ ? આ રોડ ગેરન્ટી પિરિયડમાં છે ? તો રીપેર કરો. માત્ર બે વર્ષ જેવા સમયમાં શહેરના હાર્દ સમા સરદાર ચોકમાં સીસી રોડ અને ડામર રોડ બંને તૂટી ગયા છે. સીસી રોડમાં સિમેન્ટ નબળી આવી ગઈ હશે અને ડામર રોડમાં ડામર પડતર અને ગુણવત્તા વગરનો આવી ગયો હશે ? એવું માની લઈએ પણ રસ્તો રિપેર તો કરો ! પાલિકા કચેરીના ખૂણે બસ સ્ટેન્ડના મુખ્ય
પ્રવેશદ્વારના અતિ બિસ્માર બનેલ રસ્તાઓ અંગે તંત્રવાહકો ધ્યાન આપે તેવી શહેરીજનોમાંથી માંગ ઉઠી રહી છે.