અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ
અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ દામનગર ગુરુકુળ ખાતે છ દિવસીય યુવક સહકારી તાલીમ શિક્ષણ વર્ગનો ભવ્ય શુભારંભ થયો છે. સંઘના ઉપાધ્યક્ષ હરજીભાઈ નારોલાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે ૭૦ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. તારીખ ૦૯/૦૩/૨૦૨૬ થી ૧૪/૦૩/૨૦૨૬ સુધી ચાલનારા આ તાલીમ વર્ગનું સફળ સંચાલન જિલ્લા સંઘના સી.ઈ.આઈ. સાગરભાઇ મહેતા દ્વારા કરવામાં આવી રહ્યું છે. છ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને સહકાર અને અન્ય વિવિધ ઉપયોગી વિષયો પર નિષ્ણાતો દ્વારા ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ તાલીમના અંતે તમામ સહભાગી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાશે.








































