દામનગર શહેરમાં વિકાસ કાર્યોની સાથે સાથે કેટલીક સમસ્યાઓ પણ માથું ઊંચકી રહી છે, જેમાંથી એક મુખ્ય સમસ્યા છે વરસાદી પાણીનો ભરાવો અને તેના કારણે ફેલાતો મચ્છરોનો ઉપદ્રવ. શહેરના નવા બસ સ્ટેન્ડ સામેના મુખ્ય માર્ગ પર ગેટ નજીક વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે પાણી ભરાઈ રહે છે, જે મચ્છરોના ઉછેર માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. આ પરિસ્થિતિને કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિક નાગરિકો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સામાન્ય રીતે જોવા મળે છે કે પાણી ભરાવા અને મચ્છરજન્ય રોગચાળો ફેલાયા પછી જ તંત્ર હરકતમાં આવે છે. જોકે, દામનગરના લોકોની સુખાકારી માટે અગમચેતીના ભાગરૂપે રોગચાળો ફેલાય તે પહેલાં જ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. સ્થાનિકોનું કહેવું છે કે સત્તાધીશો જ્યાં જ્યાં જાહેર માર્ગો પર પાણી ભરાઈ રહે છે ત્યાં તેના નિકાલ માટે ઝડપી કામગીરી કરે સાથેજ નિયમિત સફાઈની માંગ કરી છે.