દામનગરમાં રહેતી એક પરિણીતાને લગ્ન પહેલા પ્રેમસંબંધના કારણે ફોટા વાયરલ કરવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે પરિણીતાએ સરભંડા ગામે રહેતા પિયુષભાઇ ભરતભાઇ દાફડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મહિલાને આરોપી સાથે નવેક વર્ષ પહેલા મિત્ર સંબંધ હતા. મહિલાના બીજી જગ્યાએ લગ્ન થઇ ગયા હતા. જેથી આરોપીએ તેને પોતાની સાથે લગ્ન કરવા કહી અમરેલી બસ સ્ટેશન ખાતે મળવા બોલાવી આધારકાર્ડ, સ્કૂલના કાગળો તથા રોકડા રૂ.૨૦૦૦ માંગીને લઇ ગયા હતા. તેમજ સંમતિ વગર મિત્ર સંબંધ વખતના ફોટાઓ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ફોટાઓ ઇન્સ્ટાગ્રામમા વાયરલ કર્યા હતા. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી આર ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.