દામનગરમાંથી એક યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી નીકળી હતી. યોગેશભાઇ ડાયાભાઇ જયપાલ (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, દક્ષાબેન ડાયાભાઇ જયપાલ કોઇને કહ્યા વગર પોતે પોતાની રીતે જતા રહ્યા હતા. તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરાઈ હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર. સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.









































