દામનગરમાં ઠાસા રોડ પર ચામઠીના ઢોરા તરીકે ઓળખાતી જગ્યામાં ઓછી આવક ધરાવતા પરિવારોને સરકારે મફતમાં પ્લોટ ફાળવીને ઘર બનાવવા સહાય કરી હતી. અત્યારે ત્યાં દોઢસોથી વધુ પરિવારો વસવાટ કરે છે. આ પરિવારોના આધાર કાર્ડ, રેશનીંગ કાર્ડ, લાઈટ બિલ, નગરપાલિકાના વેરાની વસુલાત માટે આપવામાં આવતા માંગણા બીલ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજોમાં આ પરિવારો અગાઉ જ્યાં રહેતાં હતાં ત્યાંના સરનામાં
હોવાથી સરકારી નિયમ મુજબ, આ તમામ કાર્ડમાં હાલનાં સરનામાં મુજબ ફેરફાર કરી આપવા આ પરિવારોએ માગણી કરી છે.