દામનગર શહેરની પે સેન્ટર શાળા નંબર-૧ પીએમ શ્રી ગુજરાત પ્રાથમિક શાળામાં તાજેતરમાં ત્રિવેણી રંગમંચ વાર્ષિક ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. આ સુંદર કાર્યક્રમમાં શાળા સ્થાપના દિનની ઉજવણી, ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન એમ ત્રિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્ગસ્સ્જી, ઁજીઈ, ઝ્રઈ્‌, નવોદય અને જ્ઞાન સાધના જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર હોંશિયાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટના બાળકો, કન્યા કેળવણી અંતર્ગત સ્વરક્ષણ તાલીમ મેળવનાર દીકરીઓ, રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓ તેમજ ધોરણ ૩ થી ૮ માં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમે આવનાર તમામ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરી ઇનામો આપવામાં આવ્યા હતા.