દામનગર પોલીસ સ્ટેશન હેઠળના હજીરાધાર ગામે આશરે પાંચ મહિના પહેલા બનેલી એક ગંભીર ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જુલાઈ ૨૦૨૫મા ગાયો ચરાવતા વૃધ્ધ દાનાભાઇ ધનાભાઇ કાનમિયાની લાશ પાણી ભરેલા ખાડામાંથી મળી આવી હતી, જેને તે સમયે અકસ્માત ગણવામાં આવ્યો હતો. જોકે, પોલીસ અધિક્ષક સંજય ખરાત અને વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી સઘન તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ અર્જુન નાવડીયા, હાર્દિક ઉર્ફે બાવલો અને કિશન પરમારે કબૂલાત કરી છે કે તેઓએ વુધ્ધના હાથમાં પહેરેલા ૨૦૦ ગ્રામ ચાંદીના સરલીયા લૂંટવાના ઈરાદે તેમને પાણીમાં ડૂબાડીને મારી નાખ્યા હતા. હાલ આ ત્રણેય આરોપીઓ અન્ય ચોરી અને ધાડના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને પોલીસ દ્વારા આ કેસમાં મર્ડરની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.










































