સ્વસ્થ દાંત અને મોઢા માટે નિયમિત માવજત ખૂબ જરૂરી છે. નીચે સરળ અને અસરકારક સૂચનો આપેલ છેઃ
દૈનિક સંભાળઃ-
• દિવસમાં ૨ વાર બ્રશ કરો (સવારે અને રાત્રે).
• ફ્‌લોરાઈડવાળું ટૂથપેસ્ટ વાપરો.
• સોફ્‌ટ બ્રશ પસંદ કરો અને હળવા હાથથી બ્રશ કરો.
• જીભ સાફ કરો – બેક્ટેરિયા દૂર થાય છે.
ખોરાકની કાળજીઃ-
• વધુ મીઠાઈ, ચોકલેટ, કોલ્ડડ્રિંક્સ ટાળો.
• દૂધ, દહીં, લીલા શાકભાજી, ફળો ખાઓ.
• ભોજન પછી પાણીથી કુલ્લા કરો.
વધારાની માવજતઃ-
• ફ્‌લોસ અથવા ઇન્ટર ડેન્ટલ બ્રશથી દાંત વચ્ચે સફાઈ.
• દર ૬ મહિને દંત ચિકિત્સક પાસે તપાસ કરાવો.
• દુઃખાવો, લોહી પડવું, દુર્ગંધ આવે તો અવગણશો નહીં.
બાળકો માટેઃ-
• નાનપણથી બ્રશ કરવાની આદત પાડો.
• મીઠાઈ બાદ ખાસ કરીને બ્રશ કરાવો.
• ૬ વર્ષથી નાના બાળકો માટે મટર જેટલું ટૂથપેસ્ટ.દાંતની માવજત માટે ઘરેલું ઉપાયઃ-
(સરળ, સલામત અને રોજિંદા ઉપયોગી)
(૧️) મીઠું + ગરમ પાણી
• ઘ ચમચી મીઠું ગરમ પાણીમાં ભેળવો.
• દિવસમાં ૧–૨ વખત કુલ્લા કરો.
-દાંતના દુઃખાવા, સૂજન અને દુર્ગંધમાં ફાયદાકારક.
(૨️) લવિંગ (લવંગ)
• લવિંગ ચાવો અથવા લવિંગનું તેલ દુઃખતા દાંત પર લગાવો.
-દુઃખાવો અને ઇન્ફેક્શન ઘટાડે.
(૩)️ સરસવનું તેલ + મીઠું
• ચમચી સરસવના તેલમાં ચપટી મીઠું.
• આંગળીથી દાંત પર હળવું મસાજ.
-પેઢાં મજબૂત કરે, પીળાપણું ઘટે.
(૪️) હળદર + નાળિયેર તેલ
• ચપટી હળદર નાળિયેર તેલમાં મિક્સ કરી દાંત પર લગાવો.
-જીવાણુનાશક, પેઢાંના સોજામાં લાભ.
(૫️) નીમનું દાતણ / નીમ પાવડર
• અઠવાડિયામાં ૨–૩ વખત.
-બેક્ટેરિયા ઘટાડે, મોઢું સ્વચ્છ રાખે.
(૬️) એલોઇવેરા જેલ
• શુદ્ધ એલોઇવેરા જેલ પેઢાં પર લગાવો.
-પેઢાંમાંથી લોહી આવવું અને સોજો ઘટે.
(૭️) તુલસીના પાન
• તુલસીના પાન ચાવો અથવા પીસી પેસ્ટ બનાવો.
-દુર્ગંધ દૂર થાય
સાવચેતીઃ- • લવિંગ તેલ સીધું વધુ ન લગાવશો.
• વધારે કઠણ વસ્તુથી દાંત ન ઘસશો.
• ગંભીર દુઃખાવો, પેઢાંમાંથી વધારે લોહી, અથવા દાંત હલતા હોય તો દંત ચિકિત્સકને બતાવવું જરૂરી.
દાંત પડી ગયા હોય તો દંત ચિકિત્સકને બતાવી નવા દાંત નખાવી લેવા જોઈએ જેથી આજૂબાજૂના દાંત પડે નહિ.
બજારમાં આયુર્વેદિક પેસ્ટ અને દંતમંજન મળતા હોય તે સૌથી ઉત્તમ છે, ત્યાર બાદ દરેક વ્યક્તિની અલગ પસંદની પેસ્ટ અને દંતમંજન હોય છે, તે પ્રમાણે દાંતની સફાઈ કરી શકે છે. દાંત સાફ કરવા માટે દાતણ શ્રેષ્ઠ છે એમાં પણ કરંજનું દાતણ ઉત્તમ છે. hemangidmehta@gmail.com