અમરેલીના દહીંડા ગામે રહેતી અને એમબીએનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને ઓછા ટકા આવતા મનમાં લાગી આવ્યું હતું. જેથી તેણે ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા પી લેતાં સારવાર દરમિયાન મરણ પામી હતી. બાબરાના ચમારડી ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના ચિલખોદરી તડવી ફળિયુંના રહેવાસી શંભુભાઈ પાંગુભાઈ વાસુનીયા (ઉ.વ.૫૫)એ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાતાં મરણ પામ્યા હતા. લાઠીના રામપર ગામે રહેતા રમેશભાઈ વલ્લભભાઈ સતાણી (ઉ.વ.૬૧)ને બ્રેઈન હેમરેજ થતાં બાઇક સાથે પડી ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું હતું.