અમરેલી જિલ્લામાં લમ્પી વાયરસને કારણે મોટી સંખ્યામાં પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી દ્વારા જિલ્લા પશુ ચિકિત્સકને પત્ર પાઠવી અમરેલી તાલુકાના દરેક ગામડાઓમાં પશુઓને રસીકરણ કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, લમ્પી વાયરસ પશુઓને મોતને ઘાટ ઉતારી રહ્યો છે ત્યારે અગમચેતીના ભાગરૂપે રસીકરણ કેમ્પ યોજવામાં આવે.