ભાવનગર જિલ્લાના રતનપર ગામના ૪ યુવાનો દરિયામાં ન્હાવા જતા દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેઓ ભાવનગર નજીક આવેલી મોડેસ્ટ કંપની પાસેના દરિયા વિસ્તારમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમ્યાન તેઓ ઊંડા પાણીમાં ફસાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી.ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક તેમજ એનડીઆરએફની ટીમે ૩ યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી. જ્યારે એક યુવક મળી ન આવતા એનડીઆરએફની ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરી હતી. એનડીઆરએફની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી શોધખોળ શરૂ કરી હતી. કલાકો સુધી ચાલેલી કામગીરી બાદ એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતક યુવાન રતનપર ગામનો રહીશો હતો. જેના મોતથી પરિવારજનો અને સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ છે. સ્થાનિક તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા ઘટના સ્થળે સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ આમજના કિસ્સા ફરી ન બને તે માટે લોકોને દરિયાની આસપાસ વધુ સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.