ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે શ્રેણી શરૂ થાય તે પહેલાં, દક્ષિણ આફ્રિકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર કાગીસો રબાડા પગની ઘૂંટીમાં સોજાના કારણે વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.
કાગીસો રબાડાને ટી ૨૦ શ્રેણી દરમિયાન આ ઈજા થઈ હતી. જોકે, તેના સ્થાને હજુ સુધી કોઈ ખેલાડીની જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ, ઓસ્ટ્રેલિયાએ બંને ટીમો વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી ૨-૧થી જીતી હતી. રબાડાએ આ શ્રેણીમાં પાંચ મેચ રમી હતી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે દક્ષિણ આફ્રિકાની ટીમ તેની ગેરહાજરીમાં વનડે શ્રેણીમાં કેવું પ્રદર્શન કરે છે.
વનડે ફોર્મેટમાં રબાડાના આંકડાની વાત કરીએ તો, તેણે ૧૦૬ વનડે મેચ રમી છે. ત્યાં તેણે ૨૭.૪૫ ની સરેરાશથી ૧૬૮ વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ૧૬ રનમાં ૬ વિકેટ છે. આવી સ્થિતિમાં, તેની બાકાત દક્ષિણ આફ્રિકાની ટીમ માટે મોટા આંચકાથી ઓછી નથી.
પ્રથમ વનડે માટે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન ઓસ્ટ્રેલિયાઃ ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કેપ્ટન), માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, જાશ ઇંગલીસ (વિકેટકીપર), એલેક્સ કેરી, એરોન હાર્ડી, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, એડમ ઝામ્પા, જાશ હેઝલવુડ
દક્ષિણ આફ્રિકાઃ એડન માર્કરામ (વિકેટકીપર), રાયન રિકેલ્ટન, ટેમ્બા બાવુમા (કેપ્ટન), મેથ્યુ બ્રીટ્ઝકે, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવલ્ડ બ્રેવિસ, વિઆન મુલ્ડર, કેશવ મહારાજ, પ્રિનેલન સુબ્રાયન, નાન્દ્રે બર્ગર, લુંગી ન્ગીડી