દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. આફ્રિકન ટીમે પહેલી મેચ ૯૮ રનથી જીતી અને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી. હવે દક્ષિણ આફ્રિકાના નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમાને બીજી વનડેમાંથી આરામ આપવામાં આવ્યો છે અને તેમના સ્થાને એડન મેક્રમ કેપ્ટનશીપ સંભાળી રહ્યા છે. મેક્રમ અગાઉ વનડેમાં આફ્રિકાનું નેતૃત્વ કરી ચૂક્્યો છે અને તેમને અપાર અનુભવ છે.
ટેમ્બા બાવુમાએ પહેલી વનડેમાં ૬૫ રનની ઇનિંગ રમી હતી. તે શાનદાર ફોર્મમાં હતો. પરંતુ હવે તેને બીજી વનડેમાંથી આરામ આપવામાં આવ્યો છે. જેથી તેના વર્કલોડને મેનેજ કરી શકાય. હાલમાં, તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે થયેલી હેમસ્ટ્રિંગ ઇજામાંથી સ્વસ્થ થઈ ગયો છે.
એઇડન મેકરામે કહ્યું કે અમે પહેલા બેટિંગ કરીશું. વિકેટ સારી દેખાય છે, પરંતુ ગ્રાઉન્ડ વિશે વધુ માહિતી નથી, આશા છે કે અમે સારો સ્કોર કરી શકીશું. ટેમ્બા સારું રમી રહ્યો છે, ફક્ત આરામ કરી રહ્યો છે. તેની જગ્યાએ ડી જ્યોર્જીને અને સુબ્રિયનના સ્થાને મુથુસામીને મેદાનમાં ઉતારવામાં આવશે. જીતવું હંમેશા સારું હોય છે.
ઓસ્ટ્રેલિયન પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેન દ્વાર્શિયસના સ્થાને ઝેવિયર બાર્ટલેટને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મિશેલ માર્શે કહ્યું કે વિકેટ શાનદાર લાગે છે અને પહેલા બોલિંગ કરવાનો આનંદ છે. આશા છે કે અમે તેમને લક્ષ્ય સુધી મર્યાદિત રાખી શકીશું. અમારી પાસે હજુ પણ શ્રેણી જીતવાની તક છે અને ખેલાડીઓ આ માટે સંપૂર્ણપણે તૈયાર છે.
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવનઃ
રાયન રિકેલ્ટન (વિકેટકીપર), એડન માર્કરામ (કેપ્ટન), ટોની ડી જ્યોર્જી, મેથ્યુ બ્રીટ્ઝકે, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, વિઆન મુલ્ડર, કેશવ મહારાજ, સેનુરન મુથુસામી, નાંદ્રે બર્ગર, લુંગી ન્ગીડી