(એ.આર.એલ),મોસ્કો,તા.૧૮
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટપતિ જા બાઈડેને મોટો નિર્ણય લીધો છે. બિડેને યુક્રેનને રશિયાની અંદર લાંબા અંતરના શક્તશાળી અમેરિકન હથિયારોનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. રશિયાએ આને સંભવિત ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત ગણાવી છે. અમેરિકાએ આ પરવાનગી એવા સમયે આપી છે જ્યારે ઉત્તર કોરિયાના સૈનિકો પુતિનની સેનાની મદદ માટે રશિયામાં હાજર છે. રશિયાએ તેના કુર્સ્ક વિસ્તારમાં લગભગ ૫૦,૦૦૦ સૈનિકો તૈનાત કર્યા છે. યુક્રેને થોડા મહિના પહેલા આ જગ્યા પર કબજા કર્યો હતો.
વિદેશી મીડિયાના અહેવાલ મુજબ, એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે આ હથિયારોનો ઉપયોગ મુખ્યત્વે કુર્સ્કમાં થવાનો છે. રશિયા કોઈપણ કિંમતે કુર્સ્કને પાછું જીતવા માંગે છે. તે ઈચ્છતું નથી કે કોઈપણ સંભવિત વાટાઘાટો પહેલા તેનો કોઈ પ્રદેશ યુક્રેન પાસે રહે. તે જ સમયે, અમેરિકા અને તેના પશ્ચિમી સાથીઓ કુર્સ્કને સોદાબાજી માટે જરૂરી માને છે. દરમિયાન, રશિયન ધારાશા†ીઓએ રવિવારે કહ્યું કે યુક્રેન દ્વારા રશિયા પર અમેરિકન મિસાઇલોથી હુમલો ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ દોરી શકે છે.રશિયાની સંસદના ઉપલા ગૃહ ફેડરેશન કાઉન્સલના સભ્ય આન્દ્રેયા ક્લચુસે રવિવારે બિડેનના નિર્ણયની નિંદા કરી હતી અને આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. ઝાબ્રોવે કહ્યું કે, “પશ્ચિમે તણાવને એવા સ્તરે વધારવાનો નિર્ણય કર્યો છે જે યુક્રેનના સંપૂર્ણ વિનાશ તરફ દોરી શકે છે,” તેમણે ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું. અન્ય સભ્ય વ્લાદિમીર ઝાબારોવે સ્પષ્ટ કર્યું કે આ મામલે રશિયાની પ્રતિક્રિયા તાત્કાલિક હશે. રશિયન સાંસદોએ ચેતવણી આપી છે કે આનાથી ચાલી રહેલા યુદ્ધને વધુ વેગ મળશે. “ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત તરફ આ એક મોટું પગલું છે.”રશિયાની અંદર આર્મી ટેક્ટકલ મિસાઈલ સિસ્ટમ અથવા એટીએસીએમએસનો ઉપયોગ કરવાનો નિર્ણય ઘણા મહિનાઓથી વિચારણા હેઠળ હતો. યુક્રેનને મંજૂરી આપવી કે કેમ તે અંગે યુએસ અધિકારીઓ વિભાજિત હતા. કેટલાકને ચિંતા હતી કે આ યુદ્ધમાં વધારો કરશે. જ્યારે અન્ય શ†ોના ભંડાર ઘટવા અંગે ચિંતિત હતા. યુદ્ધના પહેલા બે વર્ષમાં અમેરિકાએ યુક્રેનને આ મિસાઈલ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જા કે, સપ્ટેમ્બરમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જા પશ્ચિમી દેશો રશિયન પ્રદેશ પર લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગની મંજૂરી આપશે તો રશિયા તેને સીધો સંઘર્ષ ગણશે.