તેલંગાણામાં મતદાર સુધારણા પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી સી. સુદર્શન રેડ્ડીએ જણાવ્યું હતું કે રાજ્યમાં મતદાર યાદીના એસઆઇઆર ની જાહેરાત આ વર્ષે એપ્રિલ-મે દરમિયાન થવાની અપેક્ષા છે. સુદર્શન રેડ્ડીએ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે બૂથ લેવલ એજન્ટોની પસંદગી મતદાન મથકના સ્થાનિક વિસ્તારમાંથી થવી જાઈએ અને તેઓ બૂથ લેવલ અધિકારીઓ સાથે નજીકથી કામ કરે.
મુખ્ય ચૂંટણી અધિકારીએ પક્ષોને માહિતી આપી હતી કે એસઆઇઆર હાલમાં ૧૨ રાજ્યોમાં ચાલી રહ્યું છે. તેલંગાણા સહિત બાકીના રાજ્યો માટેનું સમયપત્રક એપ્રિલ-મે ૨૦૨૬ દરમિયાન જાહેર થવાની ધારણા છે. એકવાર સૂચિત થયા પછી સુધારણા માટે મર્યાદિત સમયને ધ્યાનમાં રાખીને, તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં તૈયારીનું કામ શરૂ થઈ ગયું છે.
રાજકીય પક્ષોને મતદાર યાદીઓના આગામી એસઆઇઆર પહેલાં દરેક મતદાન મથક માટે ઓછામાં ઓછા એક બીએલએની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી અધિકારીએ ભાર મૂક્્યો હતો કે મજબૂત બૂથ-સ્તરીય સંકલન આ પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ રહેશે.
રેડ્ડીએ જણાવ્યું હતું કે મતદાર યાદીના સુધારણા દરમિયાન ચોકસાઈ, પારદર્શિતા અને સમસ્યાઓના સમયસર નિરાકરણની ખાતરી કરવામાં મદદ કરવા માટે દરેક મતદાન મથક પર ઓછામાં ઓછા એક બીએલએની નિમણૂક કરવી જાઈએ. સ્પેશિયલ ઇન્ટેનીસ્તવ  રિવિઝન દરમિયાન,બીએલઓ દરેક મતદાન વિસ્તારની ત્રણથી ચાર વખત મુલાકાત લે તેવી અપેક્ષા છે.
સીઇઓ રેડ્ડીએ જણાવ્યું હતું કે પ્રથમ મુલાકાત દરમિયાન ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવશે, જ્યારે પછીની મુલાકાતોમાં એવા ઘરોને આવરી લેવામાં આવશે જે અગાઉ મેપ કરવામાં આવ્યા ન હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તૈયારીના તબક્કા દરમિયાન જે મતદારોનું મેપિંગ કરવામાં આવ્યું ન હતું તેઓ પણ જીંઇ દરમિયાન તેમની વિગતો આપી શકશે.
રેડ્ડીએ જણાવ્યું હતું કે બધા મતદાન મથકો માટે બીએલએ ની નિમણૂક શક્ય  તેટલી વહેલી તકે પૂર્ણ થવી જાઈએ, અને અસરકારક બૂથ-સ્તરીય ભાગીદારી સંકલનને મજબૂત બનાવશે, ફરિયાદો ઘટાડશે અને ખાતરી કરવામાં મદદ કરશે કે કોઈ પણ લાયક મતદાર મતદાર યાદીમાંથી બાકાત ન રહે.