“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની ગુમ થયેલ મિલકત સત્વરે શોધી મૂળ માલિકને પરત કરવા અન્વયે અમરેલી સિટી પોલીસે મોટા બસ સ્ટેન્ડ પાસેથી ગુમ થયેલ રૂ. ૭૦,૦૦૦ની હીરો પેશન પ્રો શોધી અરજદાર દીપભાઈ દવેને પરત સોંપ્યુ હતું. બનાવની વિગત મુજબ, અમરેલીના અરજદાર દીપભાઈ હરેશભાઈ દવે ગત તા. ૦૭/૦૨/૨૦૨૬ના રોજ અમરેલી મોટા બસ સ્ટેન્ડ પાસે આવેલ એઈમ્સ હોસ્પિટલ ખાતે ગયા હતા, ત્યારે તેમણે પાર્ક કરેલ પોતાનું હીરો પેશન પ્રો મોટરસાયકલ ગુમ થયું હતું. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.