“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અન્વયે અમરેલી સિટી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. વિગત મુજબ, અમરેલીના રહેવાસી અરજદાર કિરણબેન બાવચંદભાઇ ખોખરે જૂના માર્કેટિંગ યાર્ડમાં ‘જીજે-૫ ફેશન’ નીચે પાર્ક કરેલું પોતાનું હોન્ડા એક્ટીવા સ્કુટર (રજી.નં. જીજે-૦૬-એફએલ-૨૬૯૬, કિંમત રૂ. ૩૦,૦૦૦) ગુમ થતા અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. આ અરજીના આધારે અમરેલી સિટી પોલીસની સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી અને ગુમ થયેલું સ્કુટર શોધી કાઢ્યું હતું. પોલીસે આ વાહન મૂળ માલિક કિરણબેનને પરત સોંપીને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમને સાર્થક કર્યો હતો. આ કામગીરી અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.કે. વાઘેલા તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી.