રાષ્ટ્રિય જનતા દળના નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ શનિવારે બે અલગ અલગ રાજ્યો, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ મામલો તેમની સોશિયલ મીડિયા પોસ્ટ સાથે સંબંધિત છે, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે તીખી ટિપ્પણીઓ કરી હતી. ભાજપના ધારાસભ્ય મિલિંદ નરોટેની ફરિયાદ પર મહારાષ્ટ્રમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. એવો આરોપ છે કે તેજસ્વીએ એક પોસ્ટમાં વડા પ્રધાન મોદીને “જુમલા” કહીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આઇપીસીની કલમ ૧૯૬ (જૂથો વચ્ચે દુશ્મનાવટ), ૩૫૬ (માનહાનિ), ૩૫૨ (ઇરાદાપૂર્વક અપમાન) અને ૩૫૩ (જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડતા નિવેદનો) હેઠળ કેસ નોંધ્યો છે. યુપીમાં, ભાજપ શહેર પ્રમુખ શિલ્પી ગુપ્તાની ફરિયાદ પર બીજી એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ વખતે મામલો તે પોસ્ટનો છે જેમાં તેજસ્વીએ વડા પ્રધાન મોદીને “વોટ ચોર” કહ્યા હતા. અહીં આઇપીસીની કલમ ૩૫૩(૨) અને ૧૯૭(૧)(એ) હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે.તેજસ્વી યાદવે કહ્યું, એફઆઇઆરથી કોણ ડરે છે? શું હવે જુમલા (વક્તવ્ય) બોલવું પણ ગુનો છે? આપણને સત્ય બોલતા કોઈ રોકી શકતું નથી.” યાદવે સ્પષ્ટ કર્યું કે વિપક્ષનું કામ સરકારને પ્રશ્ન કરવાનું છે અને તેઓ તે કરતા રહેશે.વિપક્ષ નેતા તેજસ્વી યાદવ સામે નોંધાયેલા કેસ અંગે બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ કહ્યું કે રાજકારણમાં આવી ઘટનાઓ બનતી રહે છે. સમર્થકો ક્યારેક આવી કાર્યવાહી કરે છે. એવું નથી કે વડાપ્રધાન ફોન કરીને કોઈની વિરુદ્ધ એફઆઇઆર નોંધી રહ્યા છે.તેજસ્વી યાદવ સામે નોંધાયેલી એફઆઇઆર અંગે ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે જા તેજસ્વી યાદવ વડાપ્રધાન વિરુદ્ધ આવી ભાષાનો ઉપયોગ કરે છે, તો વડાપ્રધાન મોદી રાષ્ટ્ર નિર્માણ માટે વધુ મજબૂત રીતે કામ કરે છે અને આવા હુમલા તેમને મજબૂત બનાવે છે.તેજસ્વી યાદવ સામે નોંધાયેલી એફઆઇઆર અંગે રાજદ સાંસદ મનોજ ઝાએ કહ્યું છે કે જુમલા જી પર ટ્વિટ કરવામાં શું ખોટું છે? અમિત શાહે પોતે એક વાર કહ્યું હતું કે ૧૫ લાખ અને રોજગારની વાત કરવી એ જુમલા છે. તો પછી તેમની સામે પણ કેસ દાખલ થવો જાઈએ. ભાજપ બિહારમાં મત ચોરી કરવાની તૈયારી કરી રહ્યું છે અને તેજસ્વીની યાત્રામાં ભીડ જાઈને ભાજપ ડરી ગઈ છે. બિહારમાં મહાગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. એટલા માટે ભાજપ આવી રણનીતિ અપનાવી રહી છે.