અમરેલીના વેણીદર ગામે તેં કરેલો પોલીસ કેસ પાછો ખેંચી લે નહીંતર હું તને મારીશ તેમ કહી પ્રૌઢને પાણાના છુટા ઘા માર્યા હતા. નાશવંતભગત ભાનુપ્રસાદ પાનેલીયા (ઉ.વ.૭૫)એ કરમશીભાઈ વાલજીભાઈ પાનેલીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની વાડીએ નિંદતા હતા ત્યારે આરોપીએ તેની પાસે આવીને કહેલ કે તે કરેલો પોલીસ કેસ પાછો ખેચી લે નહીતર હું તને મારીશ. જેથી ફરિયાદીએ કેસ પાછો ખેંચવાની ના પાડતા આરોપી ઉશકેરાઇ જઇ પથ્થરનાં છુટા ઘા માર્યા હતા. ડાબા પગે ઇજા કરી લોહી કાઢી તથા શરીરે ઢીંકાપાટુંથી માર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ ડી રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.