રાજુલાના ધુડીયા આગરીયા ગામે એક યુવક પંચરવાળાની દુકાને બેઠો હતો ત્યારે ‘તું કેમ ગામમાં મારી ખોટી વાતો કરી મને બદનામ કરે છે’ તેમ કહી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે અરવિંદભાઈ ભાણજીભાઈ સોલાએ રમેશભાઈ મેપાભાઈ વણજર, સુરેશભાઈ મોહનભાઈ વણજર, નરેશભાઈ મોહનભાઈ વણજર, શૈલેષભાઈ બગડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, પોતાના ગામમાં લાલભાઇ પંચરવાળાની દુકાન પાસે બેઠો હતો ત્યારે રમેશભાઈ વણજરે આવી ‘તું કેમ ગામમાં મારી ખોટી વાતો કરી મને બદનામ કરે છે’ તેમ કહી ગાળો આપી ઢીકાપાટુ માર્યા હતા. થોડીવાર પછી તેઓ પોતાના ઘરે હોય ત્યારે આરોપીએ તેમને ઘરની બહાર સમાધાન કરવા બોલાવી રસ્તા ઉપર લોખંડની ટી વતી જમણા પગના સાથળ ઉપર બે ઘા માર્યા હતા. અન્ય આરોપીએ પણ ઢીકાપાટુ વડે માર મારી, રસ્તામાં પછાડી દઇ હાથ પકડી, ઢસડીને વાંસાના ભાગે ઇજા કરી હતી. તેમજ ગળાના ભાગે ઉજરડા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.