સંરક્ષણ મંત્રાલયે કુલ રૂ. તુંગુસ્કા એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ખરીદી અને પી૮આઇ લાંબા અંતરના દરિયાઇ રિકોનિસન્સ વિમાનના નિરીક્ષણ (ડેપો લેવલ) માટે ૮૫૮ કરોડ રૂપિયાની જાગવાઈ કરવામાં આવી છે. આ કરારો નવી દિલ્હીમાં કર્તવ્ય ભવન-૨ ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં ભારતીય સેના માટે તુંગુસ્કા એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ખરીદી માટે રશિયાના જેએસસી રોઝોબોરોન એક્સપોર્ટ સાથે ૪૪૫ કરોડના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ અત્યાધુનિક મિસાઇલો વિમાન, ડ્રોન અને ક્રુઝ મિસાઇલ સહિતના હવાઈ જાખમો સામે ભારતની બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને વધારશે. આ કરાર ભારત-રશિયા વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે.
ભારતીય નૌકાદળ માટે પી૮આઇ લાંબા અંતરના દરિયાઈ જાસૂસી વિમાનના નિરીક્ષણ (ડેપો સ્તર) માટે ૪૧૩ કરોડનો કરાર ‘બાય ઈન્ડિયા’ શ્રેણી હેઠળ બોઈંગની સંપૂર્ણ માલિકીની ભારતીય પેટાકંપની બોઈંગ ઈન્ડિયા ડિફેન્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે ૧૦૦% સ્વદેશી સામગ્રી સાથે કરવામાં આવ્યો હતો.
આ કરાર બોઈંગની સંપૂર્ણ માલિકીની ભારતીય પેટાકંપની બોઈંગ ઈન્ડિયા ડિફેન્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે છે. આ કરાર દેશની અંદર સ્થિત એમઆરઓ (જાળવણી, સમારકામ અને ઓવરહોલ) સુવિધા પર પી૮આઇ કાફલાના ડેપો સ્તરની જાળવણી સુનિશ્ચિત કરશે, જે ભારત સરકારની આત્મનિર્ભર ભારત અને મેક-ઈન-ઈન્ડિયા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે.