તમને બધાને યાદ જ હશે કે, પાટીદાર આગેવાન અને વિશ્વ ઉમિયાધામ પ્રમુખ આર.પી.પટેલે હિન્દુઓને વધુ સંતાન પેદા કરવા અપીલ કરી હતી. જો કે હવે તેમને હિન્દુ આગેવાન પ્રવિણ તોગડિયાએ સમર્થન જાહેર કર્યું છે. વાસ્તવમાં પ્રવિણ તોગડિયાએ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલના તાજેતરના નિવેદનને ખુલ્લેઆમ સમર્થન આપી દીધું છે. આર.પી.પટેલે હિન્દુઓને વધુ સંતાન પેદા કરવા અપીલ કરી હતી જેને લઈને અનેક ચર્ચા થઈ રહી છે.હિન્દુ આગેવાન પ્રવિણ તોગડિયાએ જણાવ્યું કે, જેમ અન્ય સમાજની વસતિ સતત વધી રહી છે, તેમ જો હિન્દુઓ વધારે સંતાન નહીં પેદા કરે, તો ભવિષ્યમાં સ્થિતિ ગંભીર બનશે. “તીન બચ્ચે, હિન્દુ સચ્ચે” એ આજે સમાજ માટે જરૂરી વિચાર છે. આ સાથે તેમણે ૩ બાળક પેદા કરનાર હિન્દુ વીર હોવાનું પણ નિવેદન આપ્યું હતું.આ સાથે તેમણે જણાવ્યું કે, જરૂરિયાતમંદ હિન્દુ પરિવારો પોતાના ત્રીજા સંતાનને પેદા કરવામાં સંકોચ ન કરે, માટે તેઓ વ્યક્તિગત રીતે આવા બાળકોની સ્કૂલ ફી ભરવાની જવાબદારી લઈ શકે છે. તોગડિયાએ ઉમેર્યું હતું કે, જે હિન્દુ પરિવાર ત્રીજું સંતાન લાવે છે અને તેનાથી તેમના શૈક્ષણિક ખર્ચને લઇને ચિંતા હોય, તો હું એ બાળક માટે સ્કૂલ ફી ભરીશ.આ સાથે લવ જેહાદ બાદ હવે લેન્ડ જેહાદની ચિંતા વ્યક્ત કરતાં તોગડિયાએ કહ્યું કે, અમુક લોકો હવે જમીનો ખરીદીને હિન્દુ વિસ્તારોને છીનવી લેવાના પ્રયાસમાં છે. હિન્દુઓએ હવે સાવધાન થવું પડશે. તોગડિયાના આ નિવેદનોએ રાજકીય અને સામાજિક ચર્ચામાં નવો રસ ભરી દીધો છે.