તાલાલાના ધાવા ગીર ગામમાં રવિવારે વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલો એક સિંહ ખુલ્લા કૂવામાં પડી ગયો હતો. સિંહની ગર્જનાનો અવાજ સાંભળીને સ્થાનિક ખેડૂતોએ કૂવામાં તપાસ કરી હતી. આ અંગે ખેડૂતોએ તાત્કાલિક તાલાલા વન વિભાગને જાણ કરી હતી. સૂચના મળતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. વન વિભાગના સ્ટાફે સિંહને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.