સાવરકુંડલાના વીરડી ગામે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક મહિલાને ‘મારા પતિ સાથે તારે આડાસંબંધ છે’ તેમ કહેતા તેણે ના પાડી હતી. જેથી મહિલાએ તેને કુહાડીની મુંધરાટી વડે ઈજા પહોંચાડી હતી તેમજ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે કિંજલબેન અરવિંદભાઈ રાઠોડ (ઉ.વ.૨૫)એ ભરતભાઈ ગભરૂભાઈ ચાવડા તથા દક્ષાબેન અશ્વિનભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓએ તેમના ઘરે આવીને ભરતભાઈ ગભરૂભાઈ ચાવડાની વાડીએ બોલાવી હતી. તેઓ ત્યાં જતા દક્ષાબેન અશ્વિનભાઈ ચાવડાએ તેમને તેના પતિ સાથે આડાસંબંધ હોવાનું કહ્યું હતું. જેથી તેમણે ના પાડતાં ભરતભાઈ ચાવડાએ ખપાળી લઈને માર માર્યો હતો. જ્યારે દક્ષાબેને કુહાડીની મુંધરાટી વડે ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત ગાળો બોલી હતી. તેમજ બનાવ બાબતે ફરિયાદ કરીશ તો જાનથી
મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.બી. કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.