સાવરકુંડલામાં એક પરિણીતાને ‘તમે મારા મમ્મીની કેમ વાતો કરો છો’, તેમ કહી ‘તું રાજકોટ આવ તારા ટાંટીયા ભાંગી નાખું’ તેવી ધમકી આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે શિલ્પાબેન દશરથભાઇ કાપડી (ઉ.વ.૩૭)એ વાંકાનેરના રાતડીયા ગામે રહેતા સંદિપભાઇ સુરેશભાઇ દુધરેજીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને તેના સગાભાઇના દીકરા (ભત્રીજા) સંદિપભાઇ સુરેશભાઇ દુધરેજીયા રહે.રાજકોટવાળાએ ફોન કરી કહ્યું કે, ‘તમે મારા મમ્મીની કેમ વાતો કરો છો’ તેમ કહી ‘તું રાજકોટ આવ તારા ટાંટીયા ભાંગી નાખું’ તેવી ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઇ દેવજીભાઇ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.








































