અમરેલીના ખારી ખીજડીયા ગામે એક ચોંકાવનારી ઘટના બની હતી. મુકેશભાઇ રમેશભાઇ ગોહિલ (ઉ.વ.૩૬)એ ચંદ્રીકા કાનજીભાઇ બારૈયા રહે.આંબા, સુખદેવભાઇ બચુભાઇ ગોરી રહે.જલારામ વિરપુર, કનૈયાલાલ પુજાભાઇ ગોહિલ રહે.અમરેલી તથા સુરેશભાઇ મેઘજીભાઇ બાબરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદીના પિતાજીને આરોપીઓએ ભરણપોષણના કેસમાં સમાધાન કરવા રૂ.૬૦,૦૦૦ સુખદેવભાઈ ગોરીને આપ્યા હતા અને છૂટાછેડા કરાવ્યા હતા. તેમ છતાં ચંદ્રીકા કાનજીભાઈ બારૈયાએ કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. જે બાદ અન્ય આરોપીએ છૂટાછેડા કરાવવા વચ્ચે રહી હાથ ઉંચા કરી નાખ્યા હતા અને તેના પિતાજીને તમે પાંચ લાખ રૂપિયા આપો તો તમને આમાંથી છુટા કરાવી દઇએ તેવું કહી શારીરિક માનસિક રીતે હેરાન કરતા હતા. તેમના પિતા રમેશભાઇને મરવા માટે મજબૂર કર્યા હતા. તેમના પિતાજીએ ઉંદર મારવાની ઝેરી દવા પી’ લેતા મરણ પામ્યા હતા.