આવકવેરા વિભાગે તાજેતરમાં તમિલનાડુમાં કેટલાક ફિલ્મ નિર્માતાઓ, વિતરકો અને ફાઇનાન્સર્સ પર દરોડા પાડ્યા પછી રૂ. ૨૦૦ કરોડથી વધુની ‘અઘોષિત’ આવકનો પર્દાફાશ કર્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ teksiસએ આ જાણકારી આપી હતી.
૨ ઓગસ્ટે ચેન્નાઈ, મદુરાઈ, કોઈમ્બતુર અને વેલ્લોરમાં ફિલ્મ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોના ૪૦ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે દરોડામાં ૨૬ કરોડ રૂપિયાની અઘોષિત રોકડ અને ૩ કરોડ રૂપિયાથી વધુની જ્વેલરી જપ્ત કર્યાનો દાવો કર્યો હતો.
સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની અઘોષિત આવકનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા દસ્તાવેજા, ડિજિટલ સાધનો મળી આવ્યા છે જે બિનહિસાબી રોકડ વ્યવહારો અને રોકાણો સાથે સંબંધિત છે. ઓપરેશન દરમિયાન કેટલીક ગોપનીય સ્થળોની માહિતી પણ મળી હતી.સીબીડીટીએ જણાવ્યું હતું કે, બિનહિસાબી આવકનો ઉપયોગ ગુપ્ત રોકાણ કરવા અને અઘોષિત ચૂકવણા કરવા માટે કરવામાં આવ્યો હતો.’