કર્ણાટકમાં એક ઐતિહાસિક સાબુ બ્રાન્ડ, મૈસુર સેન્ડલ સોપ, તાજેતરમાં રાજકીય અને સાંસ્કૃતિક વિવાદનું કેન્દ્ર બન્યું છે. કર્ણાટક સરકારે બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયાને કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા ત્યારે વિવાદ શરૂ થયો. આ નિર્ણય બાદ, અનેક કન્નડ સમર્થક સંગઠનોએ તેનો વિરોધ કર્યો અને તમન્નાની નિમણૂક રદ કરવાની માંગ કરી. ૧૯૧૬ થી અÂસ્તત્વમાં આવેલ મૈસુર સેન્ડલ સાબુને કર્ણાટકના સાંસ્કૃતિક વારસાનું પ્રતીક માનવામાં આવે છે. તેની પ્રતિષ્ઠા અને ઇતિહાસને ધ્યાનમાં રાખીને, બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક એક સંવેદનશીલ બાબત બની ગઈ છે, જેમાં સાંસ્કૃતિક ઓળખ અને વ્યવસાયિક વ્યૂહરચના વચ્ચે સંતુલન શોધવાનો પડકાર છે.
કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડે અભિનેત્રી તમન્ના ભાટિયાને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે. ઉદ્યોગ મંત્રી એમ.બી. પાટીલે જણાવ્યું હતું કે કંપનીના વૈશ્ચિક વિસ્તરણ અને યુવાનો સાથે જાડાવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમન્નાને બે વર્ષ માટે ૬.૨ કરોડ રૂપિયામાં સાઇન કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે દીપિકા, રશ્મિકા, કિયારા જેવી અન્ય સેલિબ્રિટીઝનો વિચાર કરવામાં આવ્યો હતો પરંતુ તમન્નાહને તેની ડિજિટલ પહોંચ, સમગ્ર ભારતમાં આકર્ષણ અને પોસાય તેવી શરતોને કારણે પસંદ કરવામાં આવી.
કેએસડીએલ ૨૦૨૪-૨૫ માં રૂ. ૧૭૮૫.૯૯ કરોડનું ટર્નઓવર કરવાનું લક્ષ્ય રાખે છે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં રૂ. ૫૦૦૦ કરોડના લક્ષ્ય સાથે ૪૩૫ નવા વિતરકો અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણ ઉમેરવાની યોજના બનાવી રહ્યું છે. જાકે, કન્નડ સંગઠન કન્નડ રક્ષા વેદિકાએ તમન્નાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો છે, સંગઠનનું કહેવું છે કે કેએસડીએલ કન્નડ લોકોના ગૌરવશાળી ઇતિહાસનો એક ભાગ છે અને તેથી બિન-કન્નડ ભાષી વ્યક્તિને તેનો ચહેરો બનાવવો અયોગ્ય છે, સામાજિક કાર્યકર મરીલિંગેગૌડા પાટીલે મુખ્યમંત્રીને પત્ર લખીને બિન-કન્નડ અભિનેત્રીની નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો છે. સરકારે સ્પષ્ટતા કરી કે આ નિર્ણય પ્રાદેશિક ઓળખ પર આધારિત નથી પરંતુ વ્યાપારી વ્યૂહરચના પર આધારિત છે.
તમને જણાવી દઈએ કે, ૨૨ મેના રોજ એક એક્સ-પોસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તમન્નાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવશે. પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મૈસુર સેન્ડલ સોપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રતિષ્ઠિત તમન્ના ભાટિયાનું સ્વાગત કરતાં અમને ખૂબ આનંદ થાય છે!’ સુંદરતા અને વૈવિધ્યતાના પ્રતિક તરીકે, તમન્ના અમારા બ્રાન્ડના વારસા, શુદ્ધતા અને કાલાતીત આકર્ષણને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે.