કોડીનાર તાલુકાના ડોળાસામાં તા.૩૦ ની રાત્રીના આઠ વાગ્યાથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી અને બીજા દિવસના સાંજનાં ૫ વાગ્યા સુધી ચાલુ રહેતા ૧૬ મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદની સાથે વાતાવરણમાં હીમ જેવી ઠંડક પ્રસરતા લોકોમાં બિમારી ફેલાવાની દહેશત ફેલાઈ છે. વરસેલા કમોસમી વરસાદથી ખેતરમાં ઘઉં-કપાસ જેવા પાકો અને માલ-ઢોરના ચારાને ભારે નુકશાન થતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.