ડોળાસા નજીક આવેલા રાણવશી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી હાલ દેશના સીમાડાની રક્ષા કરતા પૂર્વ વિદ્યાર્થી અને હાલ ભારતીય સૈનિકનું સન્માન કરવામાં આવ્યું હતું. ચિરાગ જગાભાઈ બામણીયા સીઆરપીએફની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા તેમના માતા-પતાની હાજરીમાં શાળા પરિવાર દ્વારા ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.