કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બોડીદર રોડ પાસે આવેલી રહેણાંક વિસ્તારમાં ૨૦મી જુલાઈની મધ્યરાત્રે ચાર સિંહોનું ટોળું ઘૂસી આવ્યું હતું. ટોળાએ બે ઢોરનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. હાલમાં ખેતી સિઝન ચાલુ હોય ખેડૂતો વારંવાર વાડીઓમાં જતાં હોય છે, એ સમયે રાત્રે પણ અવરજવર રહે છે. એવા સમયમાં ગામમાં સિંહો ઘૂસી જતાં લોકોમાં આક્રમક પશુઓનો ડર છવાયો છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ જામવાળા વનવિભાગને પોકાર કરતા સાવજોના ટોળાને જંગલ વિસ્તારમાં પાછા મોકલવાની માંગ ઉઠી છે.