કોલેજ ઓફ ડેરી સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી, અમરેલી તા. ૦૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉદ્યોગ જગતની વાસ્તવિક કામગીરી સાથે પરિચિત કરાવવા તથા શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સેતુ રચવાના હેતુસર ઇન્ડસ્ટ્રી એકેડેમીયા ઇન્ટ્રેક્શન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસ.પી.એક્સ. ફ્લો ટેકનોલોજી, ડેનમાર્ક ખાતેથી માર્કેટ ડાયરેક્ટર તેમજ ઉદ્યોગના નિષ્ણાત, પ્રણવ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન તેમણે ઉદ્યોગ ક્ષેત્રની વર્તમાન પ્રવૃત્તિઓ, રોજગારની તકો, નવીન ટેકનોલોજી, કુશળતા વિકાસ તથા ઉદ્યોગની આવશ્યકતાઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્ય અને ડીન ડા. વિમલ એમ. રામાણી દ્વારા સ્વાગત પ્રવચન કર્યું હતું. કોલેજના પ્લેસમેન્ટ કો-ઓર્ડીનેટર એમ. પી. પરમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.








































