રાજુલાના ડુંગર ગામે વાડીમાંથી નીલગાય હાંકવા મુદ્દે છરીથી ઈજા પહોંચાડવામાં આવી હતી. બનાવ અંગે જીજ્ઞેશભાઈ ઉર્ફે જીતુભાઈ બાબુભાઈ સંપટ (ઉ.વ.૩૫)એ લાલાભાઈ અરશીભાઈ વાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ વાડીએ હતા તે દરમિયાન નીલગાયો હંકારીને આરોપીએ તેમની વાડીમાં મોકલી હતી. જે અંગે ઠપકો આપતાં સારું નહોતું લાગ્યું અને તેમને ગાળો આપી હાથમાં રહેલી છરી વડે ઈજા પહોંચાડી હતી.  ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે. પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.