અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા સંચાલિત ડી.એચ. કાબરિયા આટ્ર્સ મહિલા કોલેજનું બી.એ. (સાયકોલોજી) સેમેસ્ટર-૧નું યુનિવર્સિટી પરિણામ
જાહેર થયું છે. આ કોલેજનું પરિણામ ૯૩% આવ્યું છે, જેમાં ૧૦૦% વિદ્યાર્થિનીઓ પ્રથમ શ્રેણીમાં પાસ થઈ છે. આ પરિણામમાં વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જેમાં, ક્રિષ્ના ડી. વઘાસિયા ૮૬.૭૩% સાથે કોલેજમાં પ્રથમ ક્રમે, જ્યારે જેનિશા પી. હિરાણી ૮૬.૦૦% સાથે દ્વિતીય ક્રમે અને સારિકા એસ. રોજાસરા ૮૫.૪૫% સાથે તૃતીય ક્રમે રહી છે. અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત અને શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ દ્વારા આ સિદ્ધિ બદલ સ્ટાફ, વિદ્યાર્થિનીઓ અને રેન્કર વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.