અમદાવાદમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીની હત્યા અને સરકાર દ્વારા એનઓસી રદ કરવાના વિવાદમાં ફસાયેલી સેવન્થ ડે સ્કૂલને જારી કરાયેલી કારણદર્શક નોટિસ અંગે સ્પષ્ટતા આપવા માટે સ્કૂલ મેનેજમેન્ટના સભ્યો પુણેથી આવ્યા હતા. તેઓ અમદાવાદ શહેરના ડીઇઓને મળ્યા અને સ્પષ્ટતા આપી. જાકે,ડીઇઓએ સ્પષ્ટતા સ્વીકારી ન હતી અને સ્કૂલ મેનેજમેન્ટને સ્કૂલના લેટરહેડ પર યોગ્ય સ્પષ્ટતા આપવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત, સ્કૂલ મેનેજમેન્ટને તાત્કાલિક પ્રિન્સીપાલ અને જવાબદાર કર્મચારીઓને બરતરફ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.ગયા મંગળવારે સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીની હત્યા બાદ, સ્કૂલ અને સરકાર સામે ભારે રોષ છે અને ડીઇઓ ઓફિસ પર પણ કડક કાર્યવાહી કરવાનું દબાણ છે. દરમિયાન,આજે એબીવીપીના કાર્યકરોએ ડીઇઓ ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો અને સ્કૂલ બંધ કરવાની માંગ કરી હતી.એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં ડીઇઓઓફિસ પહોંચ્યા હતા અને સ્કૂલની માન્યતા રદ કરવાની જારદાર માંગ કરી હતી.જાકે, બીજી તરફ, શહેરના ડીઇઓએ આજે સ્કૂલ મેનેજમેન્ટને પત્ર લખીને પ્રિન્સીપાલ અને જવાબદાર કર્મચારીઓને તાત્કાલિક બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. ગયા મંગળવારે જ્યારે આ ઘટના બની ત્યારે ડીઇઓએ શાળાને નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો હતો, પરંતુ શાળાએ કોઈ ખુલાસો આપ્યો ન હતો. દરમિયાન, શાળામાં તોડફોડ અને વાલીઓ અને સ્થાનિકોના ઉગ્ર રોષ બાદ, સરકારની સૂચના પર, અમદાવાદ શહેરના ડીઇઓએ ગયા શનિવારે એક નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં ખુલાસો કરવાનો આદેશ આપ્યો હતો કે શાળાની માન્યતા કેમ રદ ન કરવી જાઈએ અને સરકારી એનઓસી  કેમ રદ ન કરવી જાઈએ.જે પછી, આજે ત્રીજા દિવસે, શાળાના સેવન્થ ડે એડવેન્ટીસ્ટ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ પુણેથી ડીઇઓસમક્ષ ખુલાસો આપવા આવ્યા હતા. શાળા સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સંગઠન હેઠળ સંચાલિત હોવાથી, ગુજરાત-મહારાષ્ટ્રની શાળાઓનું મુખ્ય મથક પુણેમાં છે. પુણેથી આવેલા મેનેજમેન્ટ સભ્યોનો ખુલાસો હાલમાં ડીઇઓ દ્વારા સ્વીકારવામાં આવ્યો ન હતો. મેનેજમેન્ટને શાળાના લેટરહેડ પર યોગ્ય ખુલાસો આપવાનો ઔપચારિક આદેશ આપવામાં આવ્યો છે.આજે ડીઇઓએ શાળા સંચાલકને પત્ર લખીને જણાવ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં શાળાના આચાર્ય અને તેમના સ્ટાફ તરફથી ગંભીર બેદરકારી બહાર આવી છે. જેના કારણે શાળાના આચાર્ય, સુરક્ષા ગાર્ડ અને વહીવટી સ્ટાફ સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. હાલની પરિસ્થિતિ મુજબ શાળાના આચાર્ય, વહીવટી વડા અને જવાબદાર સ્ટાફને નોકરી પરથી બરતરફ કરવા જાઈએ અને નિયમ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવી જાઈએ અને રિપોર્ટ દાખલ કરવો જાઈએ.ધોરણ ૧૦ ના વિદ્યાર્થીની હત્યા બાદ અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ભયનું વાતાવરણ ઉભું થયું છે અને વાલીઓમાં શાળા સામે વિરોધ અને ગુસ્સો છે, અને ઘણા વાલીઓએ આ શાળામાંથી તેમના બાળકોનો પ્રવેશ રદ કરવા માટે પૂછપરછ શરૂ કરી છે. શહેરના ડીઇઓ એ વાલીઓને  મદદ કરવા માટે આજથી શાળામાં ચાર અધિકારીઓ તૈનાત કર્યા છે, જ્યારે ૭૦ જેટલા વાલીઓ પ્રવેશ ટ્રાન્સફરની માંગણી કરતા અધિકારીઓ પાસે પહોંચ્યા છે. સેવન્થ ડે સ્કૂલમાં ૧ થી ૧૨ (બંને બોર્ડ સંયુક્ત) ના ધોરણ ૧૦ ના ૯,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, લગભગ ૭૦ વાલીઓએ તેમના બાળકોનો પ્રવેશ રદ કરવા અને પૂછપરછ કરીને બીજી શાળામાં જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. બીજી તરફ, ફક્ત ૨૫ જેટલા વાલીઓએ ડીઇઓ ઓફિસમાં શાળા વિરુદ્ધ નિવેદનો આપ્યા છે.