હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે તેની નવી હોન્ડા શાઈન ૧૦૦ DX અમરેલીમાં આ બાઇકના શો-રૂમ માલિકોમાં આનંદભાઈ પરીખ, પ્રકાશભાઈ પરીખ, અને નીતિનભાઈ પરીખની હાજરીમાં બજારમાં રજૂ કરી છે. આ બાઇક હોન્ડાની ભરોસાપાત્ર eSP ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે તેને દરેક રસ્તા અને રાઈડ માટે મજબૂત બનાવે છે.હોન્ડા શાઈન ૧૦૦ ડ્ઢઠમાં નવા અને આકર્ષક ફિચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ડિજિટલ મીટર, પહોળી ફ્યુલ ટેન્ક, ટ્યુબલેસ ટાયર, સ્ટાઇલિશ ક્રોમ ટચ અને ૫-સ્ટેપ એડજસ્ટેબલ સસ્પેન્શન સામેલ છે. આ બાઇકને બોલ્ડ નવા ગ્રાફિક્સ સાથે રજૂ કરવામાં આવી છે, જે તેના દેખાવને વધુ આકર્ષક બનાવે છે.નવી હોન્ડા શાઈન ૧૦૦ DXની એક્સ-શોરૂમ કિંમત રૂ. ૭૪,૯૫૯ છે. આ બાઇકના વેચાણ માટે બગસરા, કૂકાવાવ, ધારી, બાબરા, વડિયા અને દામનગર જેવા શહેરોમાં સબ-ડીલરો ઉપલબ્ધ છે. કંપનીના એરિયા ઇન્ચાર્જ તરીકે અવનીશ દુગ્ગલ ફરજ બજાવી રહ્યા છે. તેમ મેનેજર ચેતન પરીખની યાદીમાં જણાવાયું છે.