નીરજ ચોપરાની ગણતરી ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર એકમાત્ર ભારતીય ભાલાધારી ખેલાડી છે. તે ૨૮ ઓગસ્ટે યોજાનારી ડાયમંડ લીગ ૨૦૨૫ ની ફાઇનલ માટે ક્વોલિફાય થયો છે. ૬ વધુ ખેલાડીઓ તેમને કઠિન પડકાર આપતા જાવા મળશે. આ ખિતાબ જીતવા માટે, તેણે એન્ડરસન પીટર્સ અને જુલિયન વેબર જેવા પડકારોનો સામનો કરવો પડશે.

નીરજ ચોપરાએ ૨૦૨૨ માં ડાયમંડ લીગ ટ્રોફી જીતી હતી. આ પછી, તેણે ૨૦૨૩ અને ૨૦૨૪ માં પણ જારદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં પહોંચ્યો. પરંતુ તે ટાઇટલ જીતી શક્યો નહીં. નીરજ ચાર ક્વોલિફાઇંગ તબક્કામાંથી બેમાં ભાગ લીધા બાદ ચોથા સ્થાને રહીને ફાઇનલ માટે ક્વોલિફાય થયો. ૨૭ વર્ષીય વર્તમાન વિશ્વ ચેમ્પિયન નીરજ મે મહિનામાં દોહા તબક્કામાં ૯૦.૨૩ મીટરના થ્રો સાથે ૯૦ મીટરનો આંકડો પાર કર્યો હતો પરંતુ જર્મનીના વેબર પછી બીજા સ્થાને રહ્યો હતો. ત્યારબાદ તેણે જૂનમાં ૮૮.૧૬ મીટરના પ્રયાસ સાથે પેરિસ સ્ટેજ જીત્યો હતો. નીરજ સહિત આ ૭ ખેલાડીઓએ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું

નીરજ ચોપરા ઉપરાંત, એડ્રિયન માર્ડારે, ડિફેન્ડીંગ ચેમ્પિયન પીટર્સ, કેશોર્ન વોલકોટ, જુલિયન વેબર અને જુલિયસ યેગોએ ડાયમંડ લીગ ૨૦૨૫ ની ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. યજમાન દેશ વતી સ્વિટ્‌ઝર્લૅન્ડના સિમોન વિલેન્ડનો ટુર્નામેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

નીરજ ચોપરાની છેલ્લી સ્પર્ધાત્મક ટુર્નામેન્ટ ૫ જુલાઈના રોજ બેંગલુરુમાં એનસી ક્લાસિક ખાતે હતી જ્યાં તેણે ૮૬.૧૮ મીટરના પ્રદર્શન સાથે તેના દ્વારા આયોજિત ટુર્નામેન્ટ જીતી હતી. કુલ મળીને, તેણે વર્તમાન સિઝનમાં ૬ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને ચારમાં ટાઇટલ જીત્યું હતું જ્યારે બેમાં રનર-અપ રહ્યું હતું. નીરજ ૧૩ થી ૨૧ સપ્ટેમ્બર દરમિયાન ટોક્યોમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાના ટાઇટલનો બચાવ કરશે.