ઠાંસા સેવા સહકારી મંડળી લી.ની ૬૪મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ મોહનભાઈ કુરજીભાઈ ઈસામલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભાની શરૂઆત કરતા પહેલા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તેમની સાથે ભોગ બનેલા અનેક લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. મંડળીના મંત્રી ભુપતભાઈ માલવીયાએ હિસાબો રજૂ કરતા જણાવ્યું હતું કે, મંડળીનું શેર ભંડોળ રૂ.૫૮.૧૭ લાખ, રીઝર્વ ફંડ રૂ.૪૯.૮૭ લાખ, અન્ય ફંડો રૂ.૪૪.૬૧ લાખ અને શેરોમાં રોકાણો રૂ.૪૪.૬૧ લાખ છે. સૌથી નોંધનીય બાબત એ છે કે, મંડળીનું NPA (નોન-પર્ફોર્ર્મિંગ એસેટ્સ) શૂન્ય છે. મંડળીના પ્રમુખે સભાસદો માટે રૂ.૧૮ લાખનો નફો અને ૧૨% ડિવિડન્ડની સાથે આકર્ષક ભેટની પણ જાહેરાત કરતા કમિટી અને સભાસદોએ સહર્ષ વધાવી કામગીરીને બિરદાવી હતી.