અમરેલી જિલ્લામાં ટ્રાફિકને અડચણરૂપ થતાં ઇસમો સામે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિકને અડચણરૂપ, દોરી પાવાનો ચરખો, ફ્રૂટની લારી ઉભી રાખતાં ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તહેવાર ટાણે જ તંત્ર દ્વારા આવી કામગીરી કરવામાં આવતાં વિક્રેતાઓમાં છુપો રોષ પણ જોવા મળ્યો હતો.